Thursday, 1 August 2013

નબળા મન નો માનવી

નબળા  મન નો માનવી 

ભૌતિક સુખો માં રાચતો માનવી 
ખુદ ની અવગતિ દીસતો માનવી 
વિચારક્ષમતા ગુમાવતો માનવી 
નબળા મન નો માનવી , એ તો નબળા મન નો માનવી 

સતત ટોળા ને ઝંખતો માનવી 
આત્મા ના અવાજ ને અવગણતો  માનવી 
એકલતા થી ગભરાતો માનવી 
નબળા મન નો માનવી , એ તો નબળા મન નો માનવી 

શરાબ ની મહેફીલો માણતો માનવી 
પાન તમાકુ માં આનંદ મેળવતો માનવી 
ચા ની ચુસ્કી માં થી સ્ફૂર્તિ મેળવતો માનવી 
નબળા મન નો માનવી , એ તો નબળા મન નો માનવી 

ઈર્ષા અદેખાઈ માં સળગતો માનવી 
દાન - કરુણા ભુલાવતો માનવી 
સ્વકેન્દ્રિત જીવન જીવતો માનવી 
નબળા મન નો માનવી , એ તો નબળા મન નો માનવી 

કસોટી ના સમયે ખુદ સાથે ની લડત હારતો માનવી 
નબળા મન નો નહીં, એ તો નબળી ક્ષણ નો માનવી 

પૂનમ દોશી 

No comments:

Post a Comment